Top Trending Destinations
Explore the hottest travel spots around the globe.




TESTIMONY

અનોખો ઇઝરાયેલ પ્રવાસ પ્રાર્થન ગોહિલ સાથે શાલોમ ઇઝરાયેલ ટૂર માં જોડાયા, ખુબજ આશીર્વાદિત સમય રહ્યો, પ્રાર્થનની મહેનતની અને અન્યને સહાયકારી થવાની ભાવનાએ અમને ખુબજ ઉત્સાહિત રાખ્યા, ખરેખર શાલોમ ટૂર માં જોડાવાથી એમણે અમારી પાછળ એટલો શ્રમ ઉઠાવ્યો કે અમને અમારા ખર્ચેલા નાણાં વસુલ લાગ્યા. પાળક પુત્ર તરીકે પ્રામાણિક પણે અમને પ્રત્યેક સ્થળ જે અમારામાં આવતા ના હોઈ તે પણ બતાવ્યું. દુબઇ ડોલ્ફિન શૉ, નીચે કાચમાં ઉતરીને જોવાનું એકવેરિયમ, મિરેકલ ગાર્ડન, અદભુત સ્થળો અને જાહેર જોવા જેવા સ્થળો બતાવી પ્રાર્થને અમને ઘણાજ ઉત્તેજિત કરી દીધા છે.

પવિત્રભૂમિની મુલાકાતથી, શરૂથી અંત સુધી આશીર્વાદિત રહી. આત્મિક વાતાવરણમાં પ્રભુભોજનની પવિત્રવિધિ, દરેક સ્થળોની વચનોની સરળ ભાષામાં સમજણ સાથેનો આ અદ્દભુત પ્રવાસ અર્થસભર, યાદગાર રહ્યો. પ્રાર્થનભાઈનો હૃદયના ઊંડાણથી પ્રેમસભર ધન્યવાદ. યરુશાલેમમાં જીસસ કોલ્સ પ્રેયર ટાવરમાં પ્રાર્થનાનું સુંદર આયોજન કર્યું.

મે ૨૩ થી જુન ૬,૨૦૧૮ (૧૪ દિવસ) દરમ્યાન અમે કુલ ૩૦ વ્યકિતઓ શાલોમ ટુર્સના હેઠળ મી. પ્રાર્થન પી. ગોહિલની આગેવાનીમાં ઈસ્ત્રાએલ, જોર્ડન, પેલેસ્ટાઇન, ઈજીપ્ત, દુબઈ, અબુધાબ્બી પ્રવાસે ગયા હતા. અમારો મુખ્ય ધ્યેય પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્રશાસ્ત્ર સાથે સંકળાયેલ સ્થળોની મુલાકાત લેવી. અમારામાંથી મોટાભાગની વ્યકિતઓ ૫૦ વર્ષથી વિશેષ ઉંમરની હોવાથી મી.પ્રાર્થન ગોહિલે રહેવા—જમવા તથા બસ મુસાફરીની ઉત્તમ, સુંદર તથા આનંદદાયક વ્યવસ્થા કરી હતી. ઈસુખ્રિસ્ત જે જગ્યાઓ પર ચાલ્યા હતા તે પર ચાલવાનો હક્ક, માન અને લ્હાવો આપ્યો. તે અનુભવ અમારા મનોમાં સતત તાંજો રહેશે.આ સર્વ માટે ઈશ્વરપિતાનો આભાર માનીએ છીએ.મી. પ્રાર્થન ગોહિલનો આભાર માનીએ છીએ.
પવિત્રભુમિ પ્રવાસ મે—જુન,૨૦૧૮ પ્રવાસ કરનાર હરેક વ્યકિત તરફથી સાદર આપનાર
પવિત્રભુમિ પ્રવાસ મે—જુન,૨૦૧૮ પ્રવાસ કરનાર હરેક વ્યકિત તરફથી સાદર આપનાર

Thank you Dear Prarthan & Shalom Tourism for a fantastic, joyful Tour first trip Israel jordan egypt & dubai 2nd tour singapore malasiya & thailand with Shalom Tourism. God bless you and keep you along with entire family.

હું એડિસન પી ક્રિશ્ચિયન અને મારી વાઇફ મીનાક્ષી ક્રિશ્ચિયન પ્રાર્થનભાઈની શાલોમ ટુરિઝમ ઘ્વારા આયોજિત ઇઝરાયેલ ટુર નવેમ્બર 2018 માં જોડાયા હતા. ખરેખર અમને આ ટુર માં ખુબજ મજા આવી. રહેવાની હોટેલ, જમવાનું બધું ખુબજ સરસ હતું અને ટુર ખુબજ આરામદાયક રહી. દરેક સ્થળની ગાઈડ ઘ્વારા ખુબજ સરસ માહિતી આપી. આ ટુર માટે પ્રાર્થનભાઈનો આભાર

Praise the lord every one I glade to inform you all about my wonderful and blessed tour of Israel. I have no words about my great experience of IsraAhmedabadel tour with dear brother Prarthan Gohel SHALOM TOURISM. I have start my journey on Oct 28 2017 and return nov 8th . It was great experience and bro. Prarthan’s hospitality and arrangement was super. Really I and all my tour met fully satisfied. Bro. Prarthan’s nature is very soft and good. I visit Israel pelestain Egypt Jordan and Dubai with him. So I request you all pl join shalom tour with bro. Prarthan. May God bless you all and I pray for all our Christian community pl once in a life take opportunity for Israel tour with bro.prarthan gohel. My humble request. Israel is a blessed country in whole world. Even guide arrangement and hotels stay are super like 3 * and 5 *. So please pray for our bro. Prarthan and joined Shalom Tour. May God bless. With regards in name of Jesus Christ.

પ્રભુ પિતાની કૃપાથી ટુરના આયોજક પ્રાર્થનભાઈની ટુરમાં ઘણોજ આત્મિક લાભ થયો. પ્રભુના જન્મસ્થળ અને વધસ્થંભ પર આપણા બલિદાનની જગ્યા જોવાનું સપનું સાકાર થયું. કાલવેરીની જગ્યાએ રેવ. ડો. બી. બી. ક્રિશ્ચિયન પાળક સાહેબે ઘણી પ્રેરણાથી મનન તેમજ પ્રભુભોજન આપ્યું. બીજી જગ્યાઓમાં પણ તેમણે ઈશ્વરના પવિત્રશાસ્ત્રોમાંથી પ્રેરણાદાયક વચનો કહ્યા. પ્રભુ બાપ પ્રાર્થનભાઈને આશીર્વાદ આપે. પ્રવાસનું તેમનું આયોજન સુંદર હતું.
